top of page

Tax - Loss Harvesting (2025)

  • rushhabhinvestment
  • Feb 22
  • 2 min read

Updated: Feb 26

Valid Till : 28th March, 2025 (For this year)




આ પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે Capital Gain Taxની ચુકવણી ઘટાડવા માટે થાય છે.


ધારો કે કોઈ રોકાણકારને અમુક શેરોમાં ખોટ થઇ રહી છે તો તે શેરોને ખોટમાં વેચી અને અન્ય શેરો પર બુક કરાયેલા નફા સામે તેને એડજસ્ટ કરી શકે છે.


ઘણીવાર તમે એવું પણ કરી શકો છો કે આ નાણાકીય વર્ષમાં તમે અમુક શેરો ખોટ ખાઈને વેચી દીધા અને તે જ શેરો તમે પછીના નાણાકીય વર્ષમાં પાછા ખરીદી લીધા.


આમ કરવાથી કેપિટલ ગેઈન્સ પર તમારી ટેક્સ જવાબદારી ઓછી થઈ જશે.


Long Term Capital Loss - ફક્ત ને ફક્ત Long Term Capital Gain સામે એડજસ્ટ થઇ શકશે.

Short Term Capital Loss - Short અને Long બને Capital Gain સામે એડજસ્ટ થઇ શકશે.


ઉદાહરણ :


આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં મને Rs. 200000 નો Long Term Capital Gain અને Rs. 100000 નો Short Term Capital Gain છે.


ભરવા લાયક Capital Gain Tax


(1) Long Term Capital Gain -

200000

-(125000) - Tax Exemption

=75000 પર 12.5% એટલે કે Rs. 9375


(2) Short Term Capital Gain

100000 પર 20% એટલે કે Rs. 20000


Total - Rs. 29375 (9375 + 20000)


હવે માનો કે મારી પાસે ABC કંપનીના શેર છે જે હું અત્યારે વેચી નાખું છુ તો મને Rs. 50000 નું નુકશાન થાય. આ Rs. 50000 માંથી Rs. 25000 - Long Term માં છે અને Rs. 25000 - Short Term માં છે.

તો હવે ગણિયે કે આ વેચાણ પછી મારે કેટલો Tax ભરવાનો આવે.


ભરવા લાયક Capital Gain Tax -


(1) Long Term Capital Gain

200000

-(125000) - Tax Exemption

-(25000) - Loss in ABC Shares

=50000 પર 12.5% એટલે કે Rs. 6250


(2) Short Term Capital Gain

100000

-(25000) - Loss in ABC Shares

=75000 પર 20% એટલે કે Rs. 15000


Total - Rs. 21250 (6250 + 15000)


આ રીતે Tax - Loss Harvesting નો ઉપયાગ કરી કુલ Rs. 8125ની Tax માં બચત કરી.


વધુ માહિતી માટે તમારા નાણાકીય સલાહકાર કે CA નો સંપર્ક કરવો.




Commentaires


Les commentaires sur ce post ne sont plus acceptés. Contactez le propriétaire pour plus d'informations.

© 2025 by Rushhabh Financial Services Private Limited

bottom of page